પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૪

કડી ૨.'ઢાળે' ત્રણે ચરણમાં 'ળે'ની એક માત્રા કરીને બોલવાની જરૂર છે.

ચરણ ૨–સુરવસાર-સુન્દર રવ ( અવાજ )નો સાર ( તત્ત્વરૂપ અંશ); મધુર અવાજ પણ અન્તસ્તત્વ સાર-તે વિશેષ મધુર હોય.

ચરણ ૪. રજતશી-રૂપા જેવી.

કડી ૩. ચરણ ૨-અયુત = દસ હજાર,

ચરણ-૩, પુંજ= ઢગલો.

ચરણ ૪.-- બકુલ = બોરસલી; (સં.बकुलकरी = બકુલની માળા, પ્રા.बउलसरी અવાતરક્રમ બોલસરી,(વ્યત્યય થઈ)એરલી. મરાઠીમાં બોરસલીને બકુલ જ કહે છે; કચ્છમાં બલસરી કહે છે, “માલતી માધવ' નાટકમાં બકુલની માળા ઘણા દિવસ સુધી તાજી રહી છે, તે બોરસલીના ખાસ ગુણને લીધે જ. આમ છતાં રા. બળવંતરાય કલ્યાણ ઠાકોરે પોતાના શાકુન્તલ નાટકના ભાષાન્તરના કોશમાં બકુલ = કેસુડો એમ આપેલું જોઈ આશ્ચર્ય લાગે છે.

છુથી = જૂઈ જાતિ = જાઈ.

કડી ૪. ચરણ ૩-અમૃતસદન = અમૃતનું ધર. (વદન = મુખ-નું વિશેષણ ).

વદનછાય = મુખની છાયા ( =કાન્તિ).