પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૫

ચરણ ૪. ( મુખકાન્તિ) ચને નિર્દો છે, અર્થાત ચન્દ્ર કરતાં ચઢિયાતી છે.

કડી ૫. ચરણ ૪-ભાનુસિંહ–રવીન્દ્ર એ નામનું રૂપાન્તર બાબુ રવીન્દ્રનાથે જાણી જોઈને કરેલુ છે.

કિસા ગોતમીપૃષ્ઠ ૮૧-૮૭.

આ આખ્યાન બુદ્ધચરિતનો એક ભાગ છે. બુદ્ધની parables (દષ્ટાન્તકથા) માં એક કિસા ગૌતમીની parable છે. કાવ્યમાંથી કથા સમઝાઈ આવે એમ છે. “Light of Asia” નામે Edwin Arnold નું બુદ્ધચરિતનું મહાકાવ્ય અંગ્રેજીમાં છે તેમાંથી આ કથા ભાગનું ભાષાન્તર આ કરેલું છે. ( “જમ્બૂજ્યોતિ” નામથી આખા કાવ્યનું ભાષાન્તર કરી પ્રગટ કરવાનો મનોરથ લાંબા કાળથી છે.) આ સ્થિતિ ઉપરથી આ કાવ્યનો આરમ્ભ પાછલી વાર્તાના સંધાનમાં હોય એમ જણાય છે ત્હનું સમાધાન મળશે.

કડી ૧.-સાથ-સિદ્ધાર્થ રાજસુખ, પત્નીપુત્ર, સર્વ તજીને નીકળી ચાલ્યા પછી હજી બુદ્ધત્વ પ્રાપ્ત થયા પહેલાં જ, પરંતુ તપચ્ર્યા આરંભ્યા પછી, રસ્તામાં જતાં કેટલાક ભરવાડ ધેટાં બકરાં લઈને–યજ્ઞ માટે વધાર્થે લઈને-જતા હતા તે હેને મળ્યા, ત્હેની સાથે એ જતો હતો; તેથી સાથ.”

કડી ૬ તથા ૧૮-ર૭–પહેલે દિવસે કિસાગોતમી સિદ્ધાર્થ પાસે બાળક માટે ઓષધ માગવા ગઈ હતી તે વૃત્તાનત કિસા ગોતમીના મુખથી જ કહેવડાવ્યો છે.