પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૭

લળી લળી -નમી નમી. જૂનાં કાવ્યોમાં આ શબ્દ વિશેષ જેવામાં આવે છે:-

“પગપ્હાનીથી હાર્યો અળતો, રહે અબળાને પાગે લળતો.” ( પ્રેમાનંદકૃત નળાખ્યાન, બૃહત્કાવ્યદેહન, ગ્રન્ય ૧ લો,પૃષ્ઠ ૧૨૧.)

'બાપ તે લળી લળી પૂછે કે દીવડી કય્હાં ગઈ? (નાગરમાં ગવાતાં ગીતમાંનું એક ગીત.)

કડી ૨૫. “વૈધે કહ્યું ઔષધ લાવતા.'-consulting physician સલાહ આપનાર વૈદ્ય અને apotheeary ઔષધ આપનાર ગાંધી એ બે જુદા જુદા ધંધા પ્રાચીનકાળથી જ હશે. અથવા પ્રાચીનકાળમાં વૈઘને નિષ્કામ ધંધો હોવાનું આ ચિહ્ન હશે.

કડી ૨૮. ઉટજ = ઝુંપડું. ક

કડી ૩૧. રાઈ કાળી–વગર છડેલી રાઈ કાળી જ હોય.

કરમ્યું કુલ ખીલવું -મહાત્માને ઔષધ આપું અને એ મ્હારા બાળકને જીવાડે માટે-કરમાય ફૂલ ખીલવું—એમ.

કડી ૩૪. ઉત્તરાર્ધ.

ધનમત્ત ધનિકોની રંક ઉપર થયા નથી હોતી તે સ્થિતિ ઉપર આ કટાક્ષ છે; અને જાતિ અનુભવથી રંકને રંક ઉપર સમભાવ થાય એ પણ તત્વ છે.

કડી ૩૩, બાળચાકરમાં- બાળકમાં અથવા ચાકરમાં (થી કોઇ.