પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૦

શ્લોક ૩. ચરણ ૧.

તોમાર અથવા તુવાર વંશની સ્થાપના અનંગપાળે ઈ. સ. ૧૭૩૬ માં કરી. (એનસાઈકલોપીડિયા બ્રિટાનિકા પ્રમાણે આ સાલ છે, ટોડ ઈ. સ. ૭૯ર માં અનંગપાળે દિલ્હી ફરી બંધાવ્યાનું લખે છે.)

શ્લોક ૪-૫.

ઉપર કહેલા તુવાર વંશનો છેલ્લો રાજા ( વંશપ્રવર્તક અનંગપાળથી ૨૦ મો રાજા) અનંગપાળ ૨ જો થયો. ત્હેનો ઈ. સ. ૧૧૫૧ ના શુમારમાં અજમેરના ચૌહાણ રાજા વીસલદેવે પરાજય કર્યો, પરંતુ અનંગપાળની પુત્રી વીસલદેવના પુત્ર જોડે લગ્ન સંબન્ધમાં જોડીને બંને વંશ સલાહથી જોડાયા. આ સંબન્ધથી જન્મેલ રાજા પૃથુરાજ* (જેને ઈ. સ. ૧૧૬૪ માં દિલ્હીની ગાદી મળી) તે દિલ્હીનો છેલ્લો હિન્દુ રાજા હતો. ઘોરનો મહમ્મદ (મહમ્મદ ઘોરી) ઈ. સ. ૧૧૮૧ માં દિલ્હી ઉપર ચઢી આવ્યો; તરત નિષ્ફળ ગયો; પણ બે વરસ પછી પાછા આવ્યો. પૃથુરાજને હરાવી મારી નાંખ્યો. ત્હારથી દિલ્હી મુસલમાન શહાનશહાતનું સ્થાનક બન્યું.

પૃથરાજ જેવો રણુશૂર હતો ત્હેવોજ અન્તઃપુરના વિકાસમાં ચકચૂર હતો; તેથી “વીર અને શૃંગાર રસનો નાયક કહ્યો છે. (શ્લોક ૪ ચરણ ૧-૨).

______________________________________________

  • ટોડ કહે છે :–રજપૂતોમાં પુરુષ સંતતિને જ વારસો મળવાનો રિવાજ છે તેની વિરુદ્ધ અનંગપાળ બીજાએ પોતાને પુરૂષ સંતાન ન હોવાથી પોતાની પુત્રીના પુત્ર પૃથુરાજને ગાદી સોંપી.