પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૧

ચંદ કવિના "પૃથુરાજરાસો ” નામને હિન્દી મહાકાવ્યમાં પૃથુરાજનો વૃત્તાન્ત અને કીર્તિ અમર થયાં છે. ( એતિહાસિક ભાગ અને કલ્પિત કથા મિશ્ર છે. માટે

"ચંદ કવિએ ગાયો પ્રેમે રસની રેલ મચાવીને.” (શ્લોક ૪ ઉત્તરાર્ધ.)

( મેવાડની સ્ટેટ કાઉન્સિલના મેમ્બર અને રાજકવિ કવિરાજ શ્યામલદાસ,M.R.A.S. નું નામ પ્રસિદ્ધ છે. તેમણે “પૃથુરાજ રાસા ” ચંદ કવિને નામે ચઢાવી દીધેલું હેની પછી ઘણા સૈકાને અંતરે થયેલા કોઇ રજપૂતાણાના કોઠારિયા અથવા બેડલા ચુહાણ કુટુમ્બના માટે રચેલુ બનાવટી કાવ્ય છે, એમ પ્રમાણે બતાવી સિદ્ધ કર્યું છે. એ લેખનું અંગ્રેજી ભાષાન્તર Journal of the Asiatic Society of Bengal, Vol LV. Part I A. P. 1896, No. 1, માં ૫-૬૫ માં પ્રગટ થયું છે. પરંતુ અહિ ચંદના નામને સ્વીકારી આપણે ચાલવાને બાધ નથી)

શ્લોક ૫ ચરણ ૨.

સંયુકતાનું નામ પૃથુરાજની પ્રિય રાણી તરીકે જે'ને જાણીતું ના હોય ત્હેણે ભીમરાવ ભોળાનાથ કૃત પૃથુરાજરાસા” વાંચવું.

ચરણ ૩ જેતા = જીતનાર.

શ્લોક ૮-ચરણ ૪.

સમ્રાટન -(સમ્રાજ-સમ્રાટ્ ગુજરાતીમાં અન્ય વ્યંજન આખો મૂકી-સમ્રાટ) = શહાન શાહ; ચક્રવર્તી રાજા,

૧૬