પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૨


શ્લોક ૧૪-૧૫ માં દિલ્હીના દરબારમાં થવાની ધામધૂમવાળી રચનાની કલ્પના છે.

ક ૧૭-ચરણું ૧.

'પરંતુ’–શ્લોક ૧૬ ના પૂર્વાર્ધના વાકય (“સ્વપ્રષ્ટિસમ સર્વ રચના એહ જશે ઊડી’ એ વાક્ય) અને આ શ્લોકના પૂર્વાર્ધના વાક્ય (“દયાનીતિ હૃારી શાશ્વત થતી ” એ વાકય) ની વચ્ચે વિરોધ આ “પરંતું” શબ્દથી જવાય છે. શ્લોક ૧૬ ના ઉત્તરાર્ધનું વાક્ય તો કાઉંસમાં મૂક્યા જેવું જ ગણવાનું છે,

ચરણ ૩. ખરી કૂંચી-સમભાવ, sympathy, પ્રેમની કૂંચી, તે ખરી કૂંચી. આ કોઈ ઠેકાણે શબ્દથી કહી બતાવી નથી. પરંતુ હૃદયની કૂંચી છે તે પ્રેમ જ એ સત્ય સ્પષ્ટવત છે તેથી જણાઈ આવશે. રાજા જોર્જ પ્રથમ પ્રિન્સ ઓ વેલ્સ તરીકે મુસાફરીએ હિન્દુસ્તાનમાં ફરી રહ્યા પછી એક ભાષણમાં આ sympathyના તત્વ ઉપર અને તેની રાજ્યતંત્રમાં ઊનના વિશે બોલ્યા હતા. તેથી આ હેમને વિશે ખાસ વચન છે; “ખરી કૂંચી લાધી” તે.

શ્લોક ૧૮.

એ sympathy ના પ્રતિધ્વનિમાં-પરિણામરૂપે–પ્રજાજનના પ્રત્યેક હૃદયમાં મૂળ ઘાલીને પ્રેમરૂપી વડ સ્થાયી રહેશે.

ચરણ ૪. છાયા-એ પ્રેમવડલાની છાયામાં.

જીવન, પૃષ્ટ ૯ર,