પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨


બન્ધુતા વહે શી રીત આર્યવૃન્દ માંહિ ?
ઉર ઉર રેલવું જાતિભેદવિષ જ્યોંહિ;
ભેદ ના જાણ્યો પુરાણ આર્યો એ હતા મહાન,
ગુણકર્મે બન્યા વર્ગ, તજ્યું ઐક્ય નાહિં;
જાગો ભારતનાં બાળ !
જાગો ભારતનાં બાળ૦ ૩

જાતિભેદ થકી થયો આજ શો વિનાશ !
અધમતામાં આર્ય પડયા તજી ઉચ્ચ સ્થાન;
તજો ભેદ, સજો સંપ, ભજો ઈશને અજંપ,
ધમપંથે સ્થિર થજો, મને પુણ્યસ્થાન
જાગો ભારતનાં બાળ!
જાગો ભારતનાં બાળ૦ ૪

નિન્દકો ભલે જ નિન્દા કરતા અજાણ,
નવ ધરશો ત્યહાં અણુમાત્ર ધ્યાન;
ધરી સત્યનું નિશાન કરે જીવનપ્રયાણ,
सत्यमेव जयेते એ જ છે પ્રમાણે,
જાગો ભારતનાં બાળ!
જાગો ભારતના બાળ૦ ૫