પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૩


અંગ્રેજી કવિ બાયરનના Don Juan કાવ્યના canto xv, stanza 99નું આ ભાષાન્તર છે. એ પંક્તિોyo નીચે પ્રમાણે છે:-

Between two worlds life hovers liko a star
Twixt night and morn upon the horizon's verge.
How little do we know that which we are ?
How lesss what we may be ! The cternal surge
Of time and tide rolls on, and boars afar
Our bubbles: as the old burst, new emerge,
Lashed from the foam of Ages; while the graves
Of empires heave but like some passing waves.

ઈ. સ. ૧૯૦૨ માં જાન્યુઆરીના આરમ્ભમાં પ્રો.આણંદશંકર ધ્રુવે મ્હને આ કાવ્ય આપીને ભાષાન્તર કરવાનું કહેલું તેથી પ્રેરાઈને આ ભાષાન્તર થયું છે.

કડી ૧. રજનિ-ઉષા–રજનિ અને ઉષા (દ્વન્ન્દ સમાસ).

ઉભયલોક-ઉપકંઠ---ઉભય લોકના ઉપકંઠ ઉપર. (ષ્ઠીત્તતપુરુષ સમાસ); સપ્તમીનો પ્રત્યય 'એ' લુપ્ત; ઉપકંઠે-નું ઉપકંઠ.

કડી ૨. “ભાવિ વિશે વળી વિશેષ ફાંફા- વર્તમાન સ્વરૂપ વિશે તો અજ્ઞાન છે જ, પણ તેથી વિશેષ ભાવિ વિશે છે.

"લઈ નિજ પટ ઉભરાતો"-પટ = જળના પ્રવાહનો વિસ્તાર નદીનો, સાગરનો, પટ. તેમ કાળરૂપી મહાસિન્ધુ પોતાનો ઉભરાતો ૫ટ લઈને વહ્યે જાય છે.