પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૬

વેર્યા–વેરાયલા. અલૌકિક-અલૌકિક જેવા ભાસતા.

શ્લોક ૨-ચરણ ૧.

બિમ્બો-પ્રતિતબિમ્બો, સમુદ્રના સુર-સ્વરો-તારાના આકારમાં પ્રત્યક્ષરૂપ લઈને રહેલા માટે એ પ્રતિબિમ્બ બન્યા.

પૂર્વાર્ધ-સાગરના સ્વરોનાં પ્રતિબિંબ બનીને આકાશમાં તારા રહ્યા છે તે એ વ્યોમગુહામાં એ સ્વરોનાં ગાનને જાણે ધ્વનિત (પ્રતિધ્વનિત) કરે છે !

પ્રથમ ચરણુમાં પ્રતિબિમ્બ કહી દર્શનેન્દ્રિયથી ગમ્ય સ્વરૂ૫ સૂચવ્યું છે; બીજ ચરણમા પ્રતિધ્વનિ કહીને શ્રવણેન્દ્રિયથી ગમ્ય સ્વરુ૫ બતાવ્યું છે.

ચરણ ૩-શાન્તિનું વ્યાપક સ્વરૂપ હેવું હતું કે નીચે સાગર અને ઉપર આકાશ બંનેને એ શાન્તિ એકત્ર ગૂંથી દેતી હતી. શ્લોક ૩. ચરણ ૨.

અપૂર્વ સ્વરૂ૫–ગોવર્ધનભાઈના આત્માનું વિલક્ષ સ્વરૂપ.

આ શ્લોક વાંચીને ટેનિસનની “In Memoriam’ માંની નીચેની પંક્તિ-કાંઈક શિથિલ સામ્યથી, પણ સૂચકરૂપે યાદ આવશે -

Thy voice is on the rolling air,
I hear thee where the waters run;
Thou standest in the rising sun,
And in the setting thou art fair,