પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૯

પછી યશોધરા મ્હોટે સ્વરે રોતી રોતી વૃષભને કંઠે વળગી અને રોકવા મથી, લોકોને નગરના દ્વાર બંધ કરવાની આજ્ઞા કરી; પણ વૃષભરાજ યશોધરાના હાથના બંધનમાંથી સ્હેલાઈથી છૂટયો, બરાડતો ચાલ્યો, અને દરવાજાની ભૂગળો તોડીને દરવાનને પગ નીચે ચગદીને ચાલ્યો ગયો. બીજા સ્વમમાં આ પ્રમાણે દીઠું -ચાર દિવ્ય સ્વરૂપ, અમે પર્વત ઉપર રહેતા દિક્‌પાળ હોય એમ જણાતાં, આકાશમાંથી અસંખ્ય ગણોની સાથે ઊતરીને નગરમાં ઝડપથી પેઠાં, તે સાથે ઇન્દ્રનો સોનેરી વાવટો, દરવાજા ઉપર, ફડફડીને નીચે પડયો; ને તે સ્થળે એક તેજસ્વી વાવટો પ્રગટ થયો, તેના કપડામાં માણેક રૂપેરી દોરે શીવેલાં ગૂંચ્યાં હતાં, અને તેનાં કિરણો વડે અપૂર્વ અને અર્થભાર ભરેલાં વચનો રચાયાં, તે વચનથી સર્વ જીવતા પ્રાણીઓ હર્ષિત થયા; પૂર્વમાંથી સૂર્યોદય સાથે પવન નીકળી એ વાવટો પહોળો થતાં એ વચનો સર્વને સ્પષ્ટ જણાય; અને અદ્દભુત પુષ્પની વૃષ્ટિ થઈ

શ્લોક ૯ ક. “આવી એ વેળ.”—સિદ્ધાર્થને ત્યાગી થઇ નીકળવાની વેળ,-એ ગૂઢ અર્થ.

શ્લોક ૯ અને ૧૦ ની વચ્ચેના ટાળેલા ભાગમાં ત્રીજા સ્વમાનું વર્ણન યશોધરા કરે છે. એ સ્વમામાં યશોધરા સ્વામીના પડખામાં બાવાનું કરે છે તે સિદ્ધાર્થ ત્યહાં નથી; માત્ર વગર દબાયલો તકિયો અને ખાલી જન્મે સ્વમામાં જ પિતે ઊભી થઈ અને પિતાની છાતી નીચે વટલી સિદ્ધાર્થની પોતાની માળા મેખલા-બદલાઈ જઈને સર્પ બની ગઈ, પગનાં કલ્લાં સરી પડયાં હાથનાં સૂનાન