પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૦


કંકણ તૂટીને પડી ગયાં; કેશમાંનાં જૂઈનાં ફૂલ કરમાઈને રજકણ થઈ ગયાં; અને પોતાની લગ્નશ્ય્યા જમીનમાં ડૂબી ગઈ અને કિરમજી મછરદાની કશાકથી ચીરાઈ ગઈ આ પછી દુર, દૂર પિલા ધોળા વૃષભનો અવાજ સંભળાયો, અને પેલો ભરતકામનો વાવટો ફફડયો, અને બીજીવાર “આવી એ વેળ” એ પુકાર સંભળાયો. તે સાથે યશોધરા સુણી એ ઝબકી જાગી.”

આ વૃત્તાન્ત ભાષાન્તરમાં ગૂંથ્યો હોત તો ચમત્કાર વધત. પરંતુ મૂળ આ કથાભાગનું ભાષાન્તર એક મહારા કીર્તન માટે તૈયાર કર્યું હતું, તેથી ત્હેમાં સંક્ષેપની જરૂર હતી. “જદ્બૂજ્યોતિ” ઈશ્વરકૃપા હશે તો પૂરું તૈયાર થશે ત્યહારે બધા ભાગ દાખલ થશે જ.

કડી ૧૨.

અવિચલ પ્રેમ મ્હારો ત્હારા ઉપરનો અચલ પ્રેમ.

કડી ૧૩. પંકિત ૧.

તુજ સ્વપ્ન ભાવિનાં ગૂઢ ચિત્ર ભલે ચીતરે–એમ અન્વય છે.

કડી ૧૪, પંક્તિ ૧.

શકે--જાણે કે. એ. (હું તર્ક કરું છું) ઉપરથી. પ્રેમાનન્દની કવિતામાં શકે વપરાયો છે;-“શકે ગિરિ કરીને ભંગ, સ્તન મધ્યે વહેછે ગંગ” (નળાખ્યાન. બૃહત્કાવ્યદોહન, ગ્રન્થ ૧ લો, પણ પૃષ્ઠ ૧૨૨)