પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩


મ્હારાં રમકડાં.

(ખંડહરિગીત.)

પ્રકૃતિ કેરાં ચુમ્બને
જાગિયો હું જે સમે,
રમકડાં કંઇ અવનવાં
આપ્યાં મ્હને એ માડિયે.

ગગનકેરે આંગણે
રમકડાં કોડે રમુ;
બાલ્ય મુજ એ પેર મ્હેં
આનન્દરસમાં નિર્ગમ્યું.

રજનિપટ લટકાવિયા
રજતતારક ફેરવું;
ચન્દ્રગાળો કારમો
મુજ અંગુલીપર ઠેરવું.

માત અદ્ભુત કળવડે
દાબી ફુલવે ગોળ એ;
શક્તિ હેની મેળવું,
મનમાં ઊંડો મુજ કોડ એ.
સરિત સંધ્યાકેરીમાં
મેઘવાળુમાં રમું;