પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩

૫૩ શ્લોક ૨૧ ચરણ ૨-૩. આ (હારા) સુકુમાર અધર (= અધર તથા એક) જગત ઉધરવા (જગતને ઉદ્ધાર કરવાને માટે) આકરું વસમું) વ્રત (મહારા હૃદયમાં એ વ્રત કરવાની ઊર્મિ) પ્રેરતા (પ્રેરે છે);-આમ અન્વય તથા અર્થ છે. અધરતે તે નીચલો હોઠ જ; પરંતુ અહિં લક્ષણવ્યાપારથી બંને હોઠને સંગ્રહ કરવાનો છે. અધર–એક જ આ મૃદુ પ્રેરતા–એમ કર્યું હોત તે શબ્દશ: ખરું થાત, પણ માધુર્ય ઓછું થાત. માટે લક્ષણાનો આશ્રય લેવામાં દૂષણ નહિ આવે. કક ૨૨. પૂર્વાર્ધ–એ વિષમ (કઠણ) વ્રત ( પ્રયાણ કરી, ઉગ્ર તપ કરી, સત્યસાધન કરવું એ વ્રત) આપણું યુગ્મને (આપણને બેને ) વિયુક્ત કરીને (ફ્ટ પાડીને-હાલ તે છૂટા પડવાનું જ તેથી–એને વિયોગ કરીને ) વિશેષ રૂડું બને (બનશે); કેમકે આ ત્યાગની અમૂલ્ય કીમતને લીધે અને એથી થતા ભાવિ કલ્યાણને લીધે તેનું મહત્ત્વ થશે. ઉત્તરાર્ધ. " And in the silence of yon sky I real My fated message flashing."

એ મૂળ પંક્તિયો છે.