પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪


માત કેરા મન્દિરે
સ્વચછન્દ એ રીતે ભમું.

સૂર્યસંગે લગ્નમાં
લીન ના થઈ સુન્દરી
ઉષા જે હજી એકલી,
તે સંગ રમું હું મન ભરી.

ધૂમકેતુ ઊડાવતો
મૃદુ ફુવારો રજતનો,
સ્નાન ત્ય્હાં કુતુકે કરું,
મલકાટ માડી-મન ઘણો.

કૌમુદીએ લીંપિયું
સિન્ધુનું રણ જ્ય્હાં પડયું,
હોંસથી ને સાહસે
એકલતરંગે ત્ય્હાં ચઢું.

અનિલ ગિરિનાં ષ્હ્રુગને
ડોલવે સુસવાટથી,
વનવિશે જ વગાડતો
વેણું મનોહર નાદથી;