પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫


વેણુના સુર એ સુણી
ભેળવું નિજ સુર રસે,
ગાન અદ્ભુત જગવતો.
નાચું કૂદું-માડી હસે. ૧૦

પ્રકૃતિકેરો બાળ હું,
ખેલ ખેલું એમ હું,
રમકડાં સહુ મનગમ્યાં
રમતો ફરું સપ્રેમ હું. ૧૧

(સોરઠો.)

રમતો રમતો એમ હું નિદ્રાવશ થઈ પડયો,
કાળ વહી ગયો કેમ ? -જાણ્યું નહિં લગાર મ્હેં. ૧૨

( ઘોર.)
જાગ્યો ફરી એકાએક,
દીઠું તિમિર ગાઢું છેક;
ભીષણ ગર્જનોના નાદ
કરતા મેધ ધરી ઉન્માદ. ૧૩

(દ્રુતવિમ્બિત.)
રમકડાં મુજ કોણ ગયું હરી?
રુદન એમ કરું હું ફરી ફરી;
ભયદ નાદ થકી ગભરાઇન
ગિરિગુહામહિં બેસું લપાઈને. ૧૪