પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬


તિમિરને દ્વિગુણું કરતી કંઈ
ચમકતી હતી વીજ અહિં તહિ
ઘનતણાં પટ આક્રમી કારમો
મરણરાક્ષસ ત્યાંહિં થયો છતો.૧૫

(ભુજંગી.)
ધરી રાક્ષસે ત્યહાં વિરાટ સ્વરૂપ,
વિકાશ્યું વિશાળું ભયંકર મુખ;
થયાં દશ્ય ત્ય્હાં ક્રીડનદ્રવ્ય પેલાં,
ગુમાવ્યાં પડ ઊંધમાં જેહ વેળા.૧૬

(લુધોર, }
દેખી પ્રિય રમકડાં એહ,
દુર્લભ કામ પડિયાં જેહ,
રડવા અધિક લાગ્યો ત્યાંહિ,
માડી પ્રગટ તત્ક્ષણ થાય.૧૭
ઉદ્વરી મૃત્યમુખથી ખાસ
મૂકી રમકડાં મુજ પાસ,
બોલી પ્રકૃતિ માતા વેણ્,
વત્સલતાભર્યો ધરી નેણ.૧૮

(હરિણી.)
“રુદન કરવું છાજે નાહિં હવે તુજને કંઈ,
રમી રમકડાં માણે મોજો, ગયું વય તે વહી;
તુજ રમકડાં બાલ્યાવસ્થાતણાં પડિયાં અહિં,
તદપિ પલટી છાયા, ઘેરું સ્વરૂપ રહ્યાં લહી.૧૯