પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૯

મેઘવિમાન જેવા અન્તરિક્ષ ઊંચા સ્થાનમાંથી જ આ દર્શન સંભવે અને હાવો અપૂર્વ કોડ પૂર્ણ થઈ સકે.

ચરણ ૪. મુજ—મ્હને 'કોડ'નું વિશેષરૂપે લેવું. મ્હારા કોડ.

મુજ કોડ—મ્હને કોડ થાય છે.

શ્લોક ૬. કૈલાસશિખરથી ઊપડેલું વિમાન હિમગિરિના સમીપ પ્રદેશમાં આકાશમાં ઊડે છે; તે એટલી ઊંચાઈયે હોવાને લીધે ત્ય્હાંથી સિધુનું દૂરદર્શન થવું શક્ય છે.

ઉર્વશી હિમગિરિનાં ઊંચાં શિખરમાં ચુમ્બનદર્શન ઈચ્છે છે; એ એમ સ્વર્ગીયજનને ઉચિત ઊંચા પ્રદેશના વિકાસ તરફ દોરાય છે; હારે માનવ પુરૂરવ નીચે સિધુ તરફ જ આકર્ષાય છે; અને (શ્લોક ૭) એ નીચે રહેલા સિધુમાં જ કનકનૈકામાં સુખ માણવાને ઇચ્છા પ્રવૃત્ત કરે છે.

ઉત્તરાર્ધ.—ચાંદની પથરાઈને ( = પથરાયાથી) વિશાળ પટ ( સિન્ધુનો ) ઝળકે છે; આમ અન્વય અને અર્થ છે.

શ્લોક ૮.— (વિમાન નીચે ઉતારીને) − ઉર્વશી સ્વર્ગની સુન્દરી હોવાથી વિમાન ચલાવવું કરવું તે કુશળતા ત્હેની જ હોય. વિક્રમોવંશીય નાટકના ચૉથા અંકનો છેલ્લો શ્લોક ઉપર અવતરણચર્ચામાં મ્હેં મૂક્યો છે, ત્હેમાં પણ પુરૂરવને ઉર્વશીની કને વિમાનમાં પોતાને લઈ જવાની માગણી કરતો દર્શાવ્યો છે. नय मां नवेन वसतिं पयोमुचा

એમ મૂળમાં પંક્તિ છે, તે રા. કેશવલાલના ભાષાન્તરમાં