પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૧


છે, ત્યારે શ્લોક ૬-૭ માં પુરૂરવ વિયોગ થયેલા વનવાળા અને અને તેની સમીપના સર્વ પ્રદેશને પુષ્કળ દૂર મૂકવાની ઈચ્છાથી ઠેઠ નીચે સિન્ધુમાં જઈ સુખને ઉપભોગ નવીન પ્રદેશમાં ને નવીન રીતે જ કરવાનો લોભ દર્શાવે છે. એ સુખલાલસા બાજુ ઉપર જ રાખીને આ ૧૨ મા શ્લોકમાં નિશ્ચિત સુખ સાધનો આપનાર, દ્ર્ઢભૂમિ, પોતાની રાજધાનીમાં જ જવાની ઈચ્છા દર્શાવે છે.

ઉતરાર્ધ.

પ્રતિષ્ટન-પુરૂરવની રાજધાનીનું નગર; એ પ્રાચીન ચન્દ્રવંશી* રાજાઓની રાજધાની હતી, અને ગંગા તથા યમુનાના સંગમ ઉપર એ નગર હતું. (ગોદાવરીને કિનારે આવેલું શાલિવાહનની રાજધાની બનેલું નગર તે બીજું; प्रतिश्थनं-પ્રા. पइठाणं પઈઠણ ).

"સંચરાવ્ય વિમાનને”—શ્લોક ૮ માની ટીકાનો આરમ્ભ જુવો.

શ્લોક ૧૩, પ્રતિષ્ઠાન ભણી વિમાન લઈ જવાની પ્રાર્થના પુરૂરવે કરી તે તરત સ્વીકારી અને ઉર્વશી વેગવાળા વિમાનને યમના કિનારે રહેલા એ નગરનું દર્શન થાય તે સ્થળે લાવી પણ ખરી; તે પછીનું હવે સંભાષણ છે.

રાત્રિને સમય છે-એ તો શ્લોક ૬ ઠ્ઠામાં ચાંદની સિધુ પટ ઉપર પથરાયેલી વર્ણવી છે તે ઉપરથી સ્મરણમાં રહેશે જ. મધ્યરાત્રિ પછીની શાન્તિમાં નગર સુતું જણાય છે ત્હેનું અહિં ચિત્ર છે.

ચરણ ૨. સ્વમસમું તરે.––ઉત્તરાર્ધમાં વર્ણવેલું સ્વરૂપ, આછું __________________________________

  • પુરૂરવ છે તો ચન્દ્રનો પૌત્ર એટલે બે પેઢીનું જ છેટું.