પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮


ગભીર પ્રૌઢ ભાવોમાં
બાલ્યરંગો છુપા રાજે. ૨૪
(દુહા)
માડી ! તુજ ઉછંગમાં સૂતો રહી સદાય,
પ્રૌઢ બાળ હું સ્વપ્નસુખ અનુભવું અદ્ભુત કાંઈ. ૨૫

કરયુગ ને ઉત્સંગમાં દિવ્ય રમકડાં સર્વ
પકડી રાખું ઊંઘમાં રમતો રહું સગર્વ. ૨૬

મૃદુ ગંભીરાં કાંઈ તુજ સુણું હાલેડાંગાન,
સુણતો સુણતો એમ હું પ્હોચું મુજ અવસાન.” ૨૭