પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૬


જોઈને પુરૂરવને, અજાણતાં જ, સૂઝયો હોય એમ જણાશે. કાવ્યના -આરંભમાં મેઘ અને હેના ઉરમાં લપાઈ જતી વીજળીનું દર્શન પુરરવે કર્યું છે, ત્હેનું આ અન્તભાગમાં પ્રકારાનતરે પરિવર્તન કરાયું છે. વિમાન બનેલા વીજળીસહવર્તનમાન મેધમાં બેઠેલાં પુરૂરવ અને ઉવૅશી મટી જઈને પુરૂરવ તે જ મેઘ અને ઉર્વશી તે જ વીજળી એમ અભેદની દશા માગી છે; એટલું જ નહિં, પણ પુરૂરવ અને ઉર્વશી વચ્ચે પણ અભેદ સ્થપાઈ એ અભિન્ન સ્વરૂપ પણ વળી શૂન્યમાં લીન થવાની માગણી છે. આરમ્ભમાં ઉપમા જેવું સામ્ય, પછી રૂપક જેવા અભેદમાં થઇ ને ઉપમાનોપમેયનું એક બીજામાં અંતે નિગરણ-ડૂબી જવું; અને પછી છેવટે તેથી પણ આગળ વધી નિતાન્ત લોપ, શુન્યમાં નવલીનતા; એમ કલ્પના છે.

તિમિરવિલોપન, પૃષ્ઠ ૧૩.

ઈશ્વરને જનની -સ્વરૂપ વાત્સલ્યાદિ ગુણના ઉદ્રેકને લીધે જોઈને આ પ્રાર્થના છે. મોહરજનિના તિમિર–અંધકાર-નું વિલોપન કરવાની પ્રાર્થના છે.

કડી ૧, પંકિત ૨. અટવી= જંગલ, અરણ્ય

કડી ૨, પંક્તિ ૧. મુદદાયિની=આનન્દ આપનારી.

મુદ્દ (સં.) નું ગુજરાતીમાં “મુદ’ એમ રૂપાન્તર કરી આમ સમાસની છૂટ લીધી છે.

દયાળ—ઈશ્વરને સંબોધન છે તે અહિં પુલિંગમાં છે; તે જનની