પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૭


એ સંબોધનના સ્ત્રીલિંગ જોડે વિરોધમાં આવતું જણાશે. પરંતુ ઈશ્વરને તે પુલિંગથી જ જોઈ “દયાળ” એમ કહેવામાં અને અન્ય સ્થળે જનની” કહેવામાં બાધ નથી.

કડી ૩, પંક્તિ ૨. કૃપાળ–આ પુંલિંગ માટે પણ ઉપર પ્રમાણે સમાધાન છે.

ભક્તસંઘને સંબોધન, પૃ ૧૩૭, ૧૩૮.

પાછળ પૃ. ૭૯ મે “ ગોપીઓનું સંમેલન” એ ગીત છે, જેનું રૂપાન્તર કરીને આ કાવ્ય શૃંગાર રસમાંથી શાન્ત રસમાં ઉતાર્યું. છે. મ્હારા એક કીર્તનને પ્રસંગે આ રૂપાન્તર કર્યું હતું. તેમાં કડી ર બંને કાવ્યમાં સમાન જ છે. કડી ૩ માં પંક્તિ ૩ માં “સજનિ ને બદલે “મધુર' એટલો ફેરફાર બાદ કરતાં બાકી બંને કાવ્યમાં સમાન જ છે. કડી ૪ માં “ સખી શ્યામરાય ઈ. ને બદલે “પ્રશ્ન કરો છાય” ઇ. ફેરફાર છે. કડી ૫ માં “સજનીવૃન્દ’ નું “ભક્તવૃદ” તથા “શ્રી ગોવિન્દ ” નું પ્રેમસિધુ” તથા “શ્યામ” ને બદલે તાતને ” અને “ભાનુસિંહ'ને બદલે “ભકતસંઘ” એમ ફેરફાર છે.

અવસાન, પૃષ્ટ ૧૩૮, ૧૩૯.

અંગ્રેજી કવિ શૈલીના “Music when soft voices lie ” ઇત્યાદિથી શરૂ થતા કાવ્યમાં. તેમ જ “કસુમમાળાના * અવસાન” કાવ્યમાં, એ જ એગ્રેજી કાવ્યનું હાર્દ છે તે કાવ્યમાં કલ્પના છે તેથી તદન જુદી કલ્પના અહિં આ કાવ્યના આરમ્ભમાં છે. પૂર્વોક્ત કાવ્યોમાં સંગીતાદિ મધુર પ્રકારો ઉત્પન્ન થઈ લુપ્ત થયા