પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૮

પછી પણ હેના સંસ્કાર પાછળથી ગણગણ્યા, ભમ્યા કરે છે એમ તાત્પર્ય છે; આ કાવ્યમાં તે ગીતધ્વનિ ઉત્પન્ન થઈ પાછો શૂન્યમાં લીન થાયછે, વીજળી અંધકારમાંથી ઉપજી પાછી અંધકારમાં શમેછે, ઈત્યાદિ પ્રકારો દર્શાવ્યા છે, અને આ નૂપુરઝંકારનાં કા ઝંકાર પણ તે જ રીતે મનમાંથી ઉપજી મૌનમાં શમશે, છતાં આનન્દ આપશે તે કૃતાર્થતા થશે-ઈત્યાદિ ભાવ છે. સંક્ષેપમાં કહિયે તે, પૂર્વોક્ત કાવ્યમાં પડ્યાલંકારના વનનની અને એ રૂપે અસ્તિત્વ લંબાવાની વાત છે અને પ્રસ્તુત કાવ્યમાં બનાવના તત્કાળ જેટલા સુખદ સ્વરૂપની વાત છે, પછી ભલે શૂન્યમાં લીન થાઓ. ક ૧, ચરણું. ૨. ઉલ્કા=Meteor; ખરતો તારો.

ક્ષણ ઝળકતી વીજળી, ઝળકી હોલવાઈ જતા ખરતા તારા, ઉત્પન્ન થઈ વિલીન થતા ગીતધ્વનિ, એ સર્વની પેઠે માનવહૃદયમાં આનન્દ પણ ઉત્પન્ન થતાં વાંત લુપ્ત થાય હેવો છે. -આમ ભાવ છે.

શ્લોક ૨, પૂર્વાર્ધ. તથાપિ એ ઇન્દ્રજાલરચના ભારે ભર્યા હૃદયને ક્ષણ હર્ષ આપી (આપીને) ગમતી ( ગમે છે.) આમ અન્વય છે.

ચરણ ૧ ઇન્દ્રજાલરચના=જાદૂ જેવી માયારચના.

શ્લોક ૧માં કહેલા પ્રકારો તે ક્ષણિક્તાને લીધે ઇન્દ્રજાલ જેવા.

ચરણ ૨, ભારે ભર્યા-દુ:ખના ભારથી ભરેલાં.