પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૯


શ્લોક ૪. મિ. ખબરદારના ‘વિલાસિકા’ માંના “સ્વર્ગીય ગાન” નામના કાવ્યને અન્તે

“તુજ મધુર ધ્વનિના સ્વપ્નમાં આ જગતથી સરી જાઉં હું”

એમ મધુર કલ્પના છે તે આ શ્લોકમાંની કલ્પનાથી જુદી જ છે. હેમાં તો કવિ ગાનના ધ્વનિના સ્વપ્નમાં જગતથી સરી જવાની ઈચ્છા દર્શાવે છે; અહિં તો શાન્તિમાં થતા ( નૃપુરઝંકારના) નાદની પેઠે કવિ પણ મૌનના સિન્ધુમાં લય પામે તે પ્રસંગને ઉદ્દેશીને વચન છે. “અવસાન” કાવ્ય તે પરમ અવસાન તરફ દૃષ્ટિ નાંખનારું અહિં બનેછે.



અવસાન.