પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯
દિવ્ય આશા.

(ગરબી.)*

સ્વર્ગમંડળે થકી હું ઊતરી રે લોલ,
સ્વર્ગ માંહિ કાંઈ મુજ નિવાસ,
દિવ્ય આશ હું રે લોલ,
સર્વ ઠામ મ્હાલું કુસુમ વેરતી રે લોલ.

દીન બન્યાં દુ:ખભારથી દબી રે લોલ,
મનુજ બાળ! જે કુસુમસુવાસ;
દિવ્ય હાસથી રે લોલ
સર્વ ઠામ મ્હાલું કુસુમ વેરતી રે લોલ.

મર્ત્ય જીવને થતા કઠોર શોર લોલ,
તે શમાવી ગાઉં અનુપ ગાન,
ઉચ્ચ તાનનાં રે લોલ
ઠામ ઠામ ચાલું ગીત રેડતી રે લોલ.

વિશ્વમોહનીનું બીન બેસુરું રે લોલ
મૂક થાય, જય્હાં તણાય તાન
દિવ્ય વાદ્યનાં રે લોલ -
મનુજલોકમાં એમ ખેલતી રે લોલ.

__________________________________________

  • 'ગરબે રમવાને ગોરી નીસરી રે લોલ'–એ ચાલ.