પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨૨


નીતિલતાકુંજ.

નીતિ તથા ઉપદેશના ૮૦૦ સંસ્કૃત શ્લોકનું સરલ ગુજરાતી ભાષાંતર. વિદ્યાર્થીઓને બક્ષિસ આપવા તથા લાઇબ્રેરીમાં ખાસ રાખવા યોગ્ય. આ પુસ્તકમાં નીચેના વિષયો છે. ખંડ પહેલો. ગણપતીની સ્તુતી, સરસ્વતીની સ્તુતી. શંકર સ્તુતી. પરિબ્રહ્મ સ્તુતી. દુર્જન સ્તુતી સજ્જન સ્તુતી. કવિજન સ્તુતી. સામાન્યનીતિ. ધૈર્ય વિશે. વિપત્તિ વિશે. ભાગ્ય વિશે. ખંડ બીજો. સજ્જન વિશે. સંગત વિશે. દુર્જન વિશે. ભિક્ષુક વિશે. સદ્‌ગુણી બ્રાહ્મણ. મૂર્ખ વિશે. વિચક્ષણ વિશે. પરીક્ષા. અફળ જીવ્યું. સફળ જીવ્યું. મિથ્યા. પાપ વિશે. પુણ્ય વિશે. ભૂષણ વિશે. દુઃખ વિશે. સુખ વિશે. ખંડ ત્રીજો. ત્યાગ વિશે. લક્ષ્મી વિશે. દરિદ્ર વિશે. કદરી વિશે. આયુષ વિશે. ગરજ વિશે. સદ્‌બોધ સાહિત્ય. મિત્ર વિશે. ઉદ્યોગ વિશે વિદ્યા વિશે. જન સ્વભાવ, સ્ત્રી પ્રશંસા. ખંડ ચોથો. વીર બત્રીશી, અંતર્લાપિકા. અન્યોક્તિ, વગેરે, સળંગ છીંટનું પાકું પુઠું ૧૫૦ કીં. આઠ આના.

श्री कृष्णजीवन.

સુપ્રસિદ્ધ લેખક બાબુ નવીનચંદ્રસેનના બંગાળીનું ગદ્યમાં ભાષાંતર. આ પુસ્તકમાં નીચે પ્રમાણે પ્રકરણો છે. (૧) પૂર્વ સ્મૃતિ. (૨) सोहम्. (૩) સ્ત્રીધર્મ, (૪) સુખતત્ત્વ. (૫) સમ્મેલન. (૬) મહાભારત. (૭) છાયા. (૮) અભિશાપ. (૮) મહાપ્રસ્થાન. (૧૦) પ્રાયશ્ચિત. (૧૧) ભવિષ્ય. (શ્રીકૃષ્ણ સ્વધામે ગયા પછીનું.) નામદાર બ્રિટિશ સરકારે ઇનામ માટે તથા વડોદરા રાજ્યે ઇનામ અને લાઈબ્રેરી બેઉ માટે મંજુર કર્યું છે. કીંમત પાચ આના.

જીવનલાલ અમરશી મહેતા
પીરમશાહ રોડ-અમદાવાદ.