પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨૩


विकृतबुद्धिनो विवाह.

કોલેજો, શાળાઓ વગેરેના મેળાવડા વખતે ભજવી શકાય તેવું બે ઘડી ગમત કરાવનારું હાસ્યરસપ્રધાન ત્રણ અંકી સ્ત્રી પાત્ર વિનાનું ગદ્ય નાટક. વડોદરા રાજ્યની શાળાઓ માટે ઇનામ તથા લાઈબ્રેરીઓ માટે મંજુર છે. કિંમત ૦-૭-૦

ગુજરાતી ગઝલિસ્તાન.

સંગ્રહ કરનાર-सागर

શબ્દાર્થ ટીકા તથા સુફી-ઇસ્ક વિશે सागर સપના લખેલા વિસ્તારી ઉપોદ્‌ઘાત અને પ્રસિદ્ધ વિદ્વાન રણછોડભાઈ ઉદયરામના ફારસી કાવ્ય રચનાના ઉપયોગી નિબન્ધ સાથે.

બાલાશંકર, મણિલાલ, કલાપી, હરિલાલ ધ્રુવ, ગોવર્ધનરામ, અમૃત નાયક, દેરાસરી, કાન્ત, પ્રેમભક્તિ, મકરન્દ, લલિત, મુનિ બુદ્ધિસાગર, હરિહર (દિવાનો), રનેહજ્યોતિ , મસ્તાન, સાગર અને અન્ય સ્ત્રીપુરૂષ વગેરે ૬૦ લેખકેની પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ ૨૪૫ ગઝલોનો-૩૬૦ પૃષ્ટનો-મોટો સંગ્રહ.

કીંમત પાકુ સોનેરી પુઠું–સવા રૂપિયો. સસ્તી સામાજિક આવૃતિ-બાર આના

જીવનલાલ અમરશી મહેતા,

પીરમશાહ રોડ-અમદાવાદ