પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨


હિમથી ઢાંક્યાં શૃંગ ત્ય્હાં,
ફેંકું નજર કંઈ દૂર એ,-
દૂર, દૂર, સુદૂર એ.૪

ગમ્ય કાંઈ અગમ્ય એ
પ્રકૃતિ કેરા રૂપને
નિરખતાં મુજ હૃદયમાં
કંઈ ભાવઘટના શી બને; ૫

પ્રિયજનો અતિ દૂર જે
નયન સંમુખ તે સ્પુરે,
દૂર તેમ અદૂર એ
છબિ દિવ્ય મુજ આગે તરે-
દૂર, દૂર, સુદૂર જે; ૬

ને વિલોકું સ્વપ્નશું
દિવ્ય ધરતી નૂર જે,
ભૂમિ જીવન પારની
ચમકી રહી અતિ દૂર તે -
દૂર, દૂર, સુદૂર એ.૭