પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩
ચિત્રવિલોપન.

(ઇન્દ્રવજૂ-વસન્તતિલકા)
સન્ધ્યા રમાડે ધરીને ઉછંગે
આ શુક્રતારાકણીને શી રંગે!
ને સિધુમાં ગૂઢ થઈ ગયેલો
જોતી રહી રસ થકી રવિનાથ પેલો.

પ્રીતેથી પીતી સુખ વર્તમાન,
ને ભાવિનાં રમ્ય સુણંતી ગાન,
સ્વપ્ને ન જોતી અતિ ગૂઢ ઘેરું
એ ચિત્ર દૂર વસતું લયકાળ કેરું.

(અનુષ્ટુપ)
સાવિત્રી સિન્ધુમાં વ્હેતી, તરંગો ઊછળે તહિં,
નાવડું નાચતું ત્હેમાં આવતું જો ! દીસે અહિં.
યુવતી તે વિશે બેઠી બાળકી છાતિયે ધરી,
પ્રમવાત્સલ્યના પ્હાના અમેલા શા વહ્યા ઝરી.

(ખંડહરિગીત.)
“નાવડું હંકારજો
વેગથી, સંભાળથી,
ઓ ખલાસી કુશળ ઓ!
આ મોંઘી છે મુજ બાળકી.”