પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪


"લાડકી મુજ જગવિશે
આવી એક જ માસથી,
તેય મુજ હઈડે વશી
દિન અણગણ્યા ત્યમ ભાસતી.

સિન્ધુતટ પેલો ઊંચે
દુર્ગ પર્વતટોચ જે,
તાત ત્ય્હાં તુજ વાટડી
જેતા ઊભા ધરી મોદને.


થાશું ભેળાં ક્ષણ માંહે,
દીર્ઘ વિરહ જ છેદીને,
પ્રથમ દર્શન આંકતાં
કંઈ ચુમ્બનો કરશે ત્હને.

નાવડું આ સિધુમાં
ઊછળે કંઇ વેગથી,
હૃદય પણ મુજ નાચતું
દે તાલ ત્હેને પ્રેમથી.

પ્રેમસાંકળ જે રુડી
મધુર બે–અમ-ઊરની
બીડતી દઢ તેહને
તું કનક-કડી વણ મૂલની.૧૦