પૃષ્ઠ:Nupur Zankar.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬


(ઉઘોર)
“ઓ ! આ આમ એકાએક
નાવ વાંકું વળિયું છેક!
ધાઓ ! અરે જીવનનાથ -
લાડકી ! ભયે મુજને બાથ !”૧૬

(અર્ધભુજંગી.)
“ખલાસી! બચાવો !
અરે કોઇ મા !---
“દયાસિંધુ! આવો !
શિશુ સાથ લાવું !” ૧૭

(માલિની. )
નિમિષ મહિં જ ડૂબ્યું નાવડું સિન્ધુ માંહિં,
મધુર સુખછબીઓ ને ગઈ જો ! ભૂસાઈ !
ઉદધિ-ઉદર સન્ધ્યા શુક્ર બંને સમાયાં;
તિમિર મહિં જ ગૂઢાં સિન્ધુએ ગાન ગાયાં.૧૮