પૃષ્ઠ:Nupur Zankar.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮


(ગીતિ)
“માનસસરમાં તરતી
હસી સ્વચ્છન્દ ખેલ કંઈ કરતી;
સંગીતરસે ત્હેવી,
વીણા મહારી વિલાસ મૃદુ ધરતી.૫

( હરિગીત. )
સંગીતરસસરવરતણી હંસી તું વીણા માહરી !
નારદવિપચ્ચી દિવ્ય ને તુમ્બુરુતણી પરિવાદિની,
તે પૂર્વજાઓ તાહરી, તું ઊતરે નવ એહથી;
કયમ મૂક થઈ સહસા તું, મીઠી ? પ્રેરું તુજને મથી મથી. ૬

( અનુષ્ટુપ્)
બોલ્ય, મીઠી અરે મ્હારી સુખદુઃખની ભાગિની !
દુ:ખ ડૂબી તણ મોંઘી એક આશ્વાસદાયિની! ૭

(ઉઘોર.)
મ્હેં તો કાલ્ય લગી તુજ ગાન
જગવ્યું પ્રેમથી લઈ તાન;
પ્રેમે મૂકી નિજ ઉત્સંગ
કીધાં લાડ શાં તુજ સંગ !૮

મૃદુતા, સ્નેહ આદર ધારી
છેડયા તાર તુજ સુખકારી;