પૃષ્ઠ:Nupur Zankar.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦


અમરજનજોગી તું વીણા,
બાલે ફરી મુજ પ્રાણ. ૧૩

દિવ્ય લોકમાં જઈ વસ્યું અદ્ભુત જે સંગીત
યોગબળે લઈ આવું તે, પ્રેરું તુજમાં તે રૂડી રીત્ય;

વહે ઝંકાર તું ધીરા,
બોલે પછી મુજ પ્રાણ. ૧૪

ગૂઢ અશ્રુસાગર વિશે વિવશ તણાયું જાય
હઈડું મુજ, તે માંહિંથી રેડું સુર મુજ અંગુલી માંહ્ય;

ઝીલે એહ તુજ તન્ત્રી દીના !
બોલ્ય કંઇ મુજ પ્રાણ ! ૧૫

પુંડરીકવિરહે મહાશ્વેતા રહી પીડાઈ
સરવર, વ્યોમ, અને વનો, મોહમ્ન્ત્રે જ બાંધ્યા કાંઈ

લઈ કર અનુપમ વિણા,
રેલી રહી દિવ્ય ગાન. ૧૬

પતિવ્રતા પદ્માવતી મૂર્છિત મરણપ્રાય
સૂતી, ને જયદેવની વાગી વિણા, અને જો ત્યાંહિ

તજી સ્વપ્ન જાગી સતી એ,
પીધું ફરી સુખપાન. ૧૭