પૃષ્ઠ:Nupur Zankar.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧


એ વીણાઓથી કંઈ શતગુણ અદકું આજ
પૂરું તુજ તન્ત્રી વિશે સ્વમાધુર્ય મુજ સુખકાજ,

હૃદય મુજ ઠારતી વીણા !
બોલ્ય ફરી, મુજ પ્રાણ ! ૧૮

નિષ્ઠુર જગ અપવાદ, ને ક્રૂરા જગના ન્યાય,
એ સર્વે ભૂલાવતી તુજ ગાનલહરી લ્હેરાય,

વહી સુર રસમય ઝીણા,
બોલે યદા મુજ પ્રાણ. ૧૯

મર્દી એ આઘાત સહુ, વળગીને તુજ કંઠ,
તુજહૃદયે હું, મુજહૃદય તું, – એમ રચી સુખબન્ધ,

રૂડી રસરેલ રચીશું,
બોલે તું જો મુજ પ્રાણ ! ૨૦

(માલિની.)
હજી નવ રવ દેતી, મૌન કાં રહેતી ધારી ?
જગજન સહ કીધો સંપ શું, બ્હેની મ્હારી ?
શિશુપણ થકી બાંધ્યો સ્નેહ તે બન્ધ તોડી.
અદય થઈ સખી શુ ? જાગ્ય ! જાગ્ય છે.થોડી. ૨૧

(ઉઘોર.)
ગાજે સિન્ધુજળ ગમ્ભીર,
નાચે ગાતું સરિતાનીર,