પૃષ્ઠ:Nupur Zankar.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨


બહુવિધ ગાન ગાય સમીર,
ને જળધોધ ધસતો ધીર;— ૨૨

એ સર્વેતણા સ્વરરંગ
કૌશલથી ભરી તુજ અંગ;
જીવનનાં વિવિધસુર ગાન,
સ્વર વળી મરણના સુમહાન; ૨૩

ઊંડાં ગીત એ ગા ભવ્ય,
ઢાળી ભાવનારસ દિવ્ય;
ધારી દીન સખી પર પ્રેમ,
વ્હાલી ! મૌન તજ ! — હા ! એમ !  ૨૪

(હરિગીત.)

હા ! એમ ગા તું મધુરી ! ગા તું, હૃદય તું મુજ ઠારતી,
ર્‌હે જીવતી યુગ યુગ નિરન્તર પૂર્ણ યૌવન ધારતી;
જો ! આપણે જઈ ચન્દ્ર વસશું, ગાય ત્યાંહિ અબાધ તું,
ત્ય્હાં ચન્દ્ર તુજ તન્ત્રી વિશે ભરશે અમી સુખ સાધતું.” ૨૫

(મન્દાકાન્તા.)
વાગી વિણા, જળ ચિર થયું, વ્યોમમાં ઈન્દુ થોભ્યો,
ધીરો ધીરો અનિલ સુણતો જો ! ઊબો ગાન લોભ્યો;
ને ઊંડું ત્ય્હાં સકળ સ્થળ જે ગૂઢ ચૈતન્ય વ્યાપ્યું,
સંગીતે તે ઝળહળી રહ્યું;– શાન્તિનું રાજ્ય સ્થાપ્યું. ૨૬