પૃષ્ઠ:Nupur Zankar.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩


દીનબાળક

(ગરબી.*[૧])

માડી ! દીન બાળને લે ની સ્નેહ-ઉછંગમાં રે,
ર્‌હે મુજ સંગમાં રે,
 માડી ! ૦

શિશુજન રમવા વન થેં મૂક્યો,
વિપથ ગયો નિજ મારગ ચૂક્યો,
કુસુમો વીણતાં કંટક વાગ્યા અંગમાં રે,
 માડી ! ૦ ૧

અંગ ઉઝરડા રુધિર વહંતો,
બાળક તુજ બેહાલ ભમંતો,
ચુમ્બન દઈ તું પાછો પ્રેરય ઉમંગમાં રે,
 માડી ! ૦ ૨

કોકિલજન પાછળ ભટકી
અજાણ પડિયો ગર્ત જ અટકી,
મલિન થયાં સહુ ગાત્ર પડીને પંકમાં રે,
 માડી ! ૦ ૩

નિરખીને પડતો આખડતો,
લે ની ઊચકી શિશુ તું રડતો;


  1. *‘કામણ દીસે છે અલબેલા ત્હારી આંખ્યમાં રે’ — એ ચાલ.