પૃષ્ઠ:Nupur Zankar.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૮


આછો શશી વ્યોમની ટોચ ટેકીને
દિપાવતો ધુમ્મસગૂંછળાં નીચે;
અનન્ત તારા નિજ નિત્યકર્મમાં
નિમગ્ન, દીપે તહિં એમ માર્ગમાં.૧૦

બન્યો હું શું અંશ જ દિવ્ય લોકનો !
તારાતણા મંડળમાં હું એક કો !
એ ભાનમાં હું ક્રમણો કરી રહ્યો,
અપ્રાપ્ય એ લોક વિશે ફરી વળ્યો.૧૧

(હરિગીત.)
તારાખચિત એ વ્યોમ કેરી રાણીને હું સોધતો;
દીઠી મનોહર શુક્રતારા, ત્ય્હાં ધશ્યો ધરી મોદ જો !
મુજ હૃદય ધારું દિવ્ય મણિ એ પ્રેરિયો એ મોહથી
કર ઝડપમાં પકડી, – –અને જો ! સરી પડી ઝટ કર થકી !૧૨

(સોરઠો.)
સહસ્ત્રકોટિ ખંડ આણુરેણુ સમ ખરી પડ્યા,
શૂન્ય વિશે જ અનન્ત તારારેણુ ગઈ શમી.૧૩

****
****