પૃષ્ઠ:Nupur Zankar.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૯


(મદાક્રાન્તા.)
પ્રાચીમૂળે કનકપગલાં શાં ઉષા છાપતી જો !
આછો આછો મધુર અને પૂરતી ત્ય્હાં રસીલો;
ને સૂનેરી ઘનશકલ આ ભૂમિ ને વ્યોમ વચ્ચે
વ્હેતું ચાલે, ચઢી ઝટ યહિં હું વહું વ્યોમપંથે. ૧૪

(ગીતિ.)
સરશી ધારું
લાવણ્યની પૂતળી ઉષાદેવી —
એ લોભે મૃદકરથી
સ્પર્શી, — પીગળી ગઈ કે’વી ! ૧૫

****
****

***

(ઉપજાતિ.)
ઉષા થકી એ અતિશે જ ઝીણી
પાંખો સજી દિવ્ય અને નવીની
ઊડ્યો જ ઊડ્યો મુજ આત્મપંખી
અદૃશ્ય કે : લક્ષ્ય સુદૂર ઝંખી.  ૧૬

અસંખ્ય તારાગણચક્ર લેરી,
*[૧]તેજે ઘડ્યા ધૂમસમૂહ છેદી,


  1. *તેજે ઘડ્યા ધૂમસમૂહ = Nebulae