પૃષ્ઠ:Nupur Zankar.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧


અદ્ભુત દિવ્ય કાય જ ધારી
દીઠી જો ! ઉષા લટકાળી;૨૨
લજ્જાસ્મિત તણી મૃદુ છાય
રેખા પળપળે પલટાય;

દર્પણ અણદીઠામાં જોઈ
નિજ સૌન્દર્ય, ર્‌હેતી મોહી !૨૩
જાણે વિશ્વ સઘળું ત્યાંહિં
કૌતુક પ્રેમભાવે કાંઈ
હેની રહ્યું નિહાળી ખૂબી,
લટકા એમ કરતી ઊભી.૨૪

(અનુષ્ટુપ્.‌)
કાઢીને પાંજરામાંથી મુજને મૂકિયો તહિંં;
દિવ્ય એ પુરુષે કીધી આજ્ઞા નેત્રો વડે કંઈ.૨૫

(ખંડહરિગીત.)
દિવ્ય એ સહુ મંડળી
એકઠી તે ક્ષણ મળી,
સ્મિત મનોહર વેરતી
રચી રાસરચના ત્ય્હાં ઠરી.૨૬

શુક્રતારા સુન્દરી,
સાથ સખિયોનો વળી,
દિવ્ય કસુમો સહુ મળી,
ઊભી ઉષા ત્ય્હાં ઊજળી.૨૭