પૃષ્ઠ:Nupur Zankar.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪


ઉચ્ચ, અદ્ભુત, અનુપમ કો ગાન-
તણાં કંઈ ઝાંખાં ભવ્ય નિશાન
નિરખી તારકમય રજનીમુખે
ચિન્તતો હું કંઈ જ્ય્હાં કૌતુકે, –
અહેતુક કવિતજાદુથી કાંઇ
ભવ્ય એ નિશાન કેરી છાય
આંકવા લઈ પીંછી સપ્રેમ
ભૂતળે હું નહિ થોભું, એમ; 

અને–ઓ ક્ષણભંગુર સુન્દરી !-
હદય મુજ ચિન્તા રહે ઊભરી –
લાભ તુજ દર્શન કેરો ફરી
નહિ લઉં જીવન માંહિ ઠરી;
અને જે અનન્ય લયનો સાર,
પ્રેમ, રમતો તજી સર્વ વિચાર,
મોહની માયા એ પ્રેમની=
તણો રસ ચાખી સકૌશ નહિ ફરી; 

ચિન્તન આ મન ઘુમતાં,-વિશાળ આ ભાવકંઠ
ઊભો હું એકલો વિમાસું, ને દેખું હું ડૂબંત
પ્રેમ ને કીર્તિ ઉભય થઈ લીન,
શુન્ય, ગમ્બીર શુન્યમાં લીન.


--------------