પૃષ્ઠ:Nupur Zankar.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૭


ને ઊંડા કો અકથ ભાવથી હું ઊભો રહું જોઈ;
જાગૃત સ્વપ્ન વિશે ડૂબ્યો, ને જો ! સહસા આ કોઈ
ઝડપી છબિ લઈને નાઠો ! ૨

વનવન ભમી સોધી વળિયો, નવ મળીઓ ! મૂર્તિ અમોલ;
હૃદયભાર વહીં મન્દમતિ હું લક્ષ્યહીન કરું ખૉળ;—
અને જો ! આ શુ દેખું ! — ૩

સન્ધ્યાકેરા સુવર્ણમન્દિરશિખરે ઉજ્જ્વળદેહ,
દિવ્ય મૂર્તિ ઊભી કો અનુપમ; એહ નહિં; પણ એહ
ગેહલક્ષ્મી મુજ પૂર્વે. ૪

મળી, મળી ફરી મૂર્તિ મનોહર ક્ષણભર થોભ્ય તું આજ !
ઉર સંઘર્યું કંઈ રહસ્ય ઊંડું, તેહ અર્પવા કાજ
તલપી રહ્યું મન મુજ ઘેલું. ૫

દિવ્ય નિરાશાધુમસે રચિયાં અશ્રુબિન્દુ અણમૂલ,
તે થકી ભીનાં અર્પું ચરણ તુજ, સ્વીકાર્ય તું સુમધુર
સ્મરણકુસુમો કંઈ મોંઘા. ૬