પૃષ્ઠ:Nupur Zankar.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮क


तद्गुण.

પરિવ્રાજિકા યશોધરા :—

(અનુષ્ટુપ્)
“અરહંતતણા ઊંડા હૃદયે કો સમે પડે
પૂર્વાવસ્થાતણી છાયા ? ભગવન્ ! પૂછું આદરે.

છાયા એ અર્પતી કાંઈ લાંછનો ઉર શુદ્ધને ?
નિર્વાણશાન્તિમાં એથી પડતો ભંગ કો ક્ષણે ?”

શઙ્‌કાઓ દીનભાવે એ જિજ્ઞાસુ પૂછતી સતી;
દયાસિન્ધુ મહાત્મા ત્ય્હાં બુદ્ધ દે વિમલા મતિ.

બુદ્ધ ભગવાન્‌ :—

(વસન્તતિલકા.)
“સાધ્વી ? તું જે ! ઉદધિ અતિ દૂર પેલું,
જ્ય્હાં ચુમ્બતાં ઉદધિવ્યોમ તહિં ઠરેલું,
એકાગ્ર ધ્યાન ધરતું શશિબિમ્બ શોભે,
લાંબો પટો પસરી કૌમુદીનો જલૌથે.