પૃષ્ઠ:Nupur Zankar.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮ख


ને ધન્ય આ પળ વિશે સહસા જ પેલી
નૌકા અલક્ષ્ય સરતી તિમિરોદરેથી
આવી કરે મધુર કૌમુદીમાં પ્રવેશ,
ધારે અલૌકિક છબિ ધરી શુભ્ર વેશ;

એ ચન્દ્રનો નવ કરંતી સમાધિભંગ,
પોતે ધરે શશીની શાન્તિતણો જ રંગ,
નૌકાસ્વરૂપ ક્ષણ તેહ વિલ્ય્પ્ત થાતું,
ને કૌમુદીજળ વિશે જઈ એ સમાતું.”

પરિવ્રાજિકા યશોધરા :—

(અનુષ્ટુપ્)
“સત્ય, એ જોઉછું સર્વ, અર્થ ના સમજું કંઈ;
ભેદ હેનો બતાવો ને, ભગવન્‌ ! જ્ઞાનના નિધિ !”

બુદ્ધ ભગવાન્‌ :—

(વસન્તતિલકા.)
“સાધ્વી ! ત્હને કહ્યું હું આજ નિગૂઢ એક,
અજ્ઞાન પામર લહી સકશે ન ભેદ;
નિર્વાણનું અકલ રૂપ ન મન્દ જાણે,
શાન્તિજલે લહરિને સ્થિતિભંગ માને ?