પૃષ્ઠ:Nupur Zankar.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮घ.


આભૂષણો વળી દુકૂલ જ રાણીજોગાં
સર્વે ગયાં સરી, અને પ્રગટ્યાં જ બીજાં,
સાદાં, તથાપિ કંઇ દીપિત દિવ્ય તેજે,
તે ધારતી મૃદુલ કાન્તિ નિહાળી મ્હેં તે. ૧૫

( અનુષ્ટુપ્ )

નૌકા પેલી સરે જ્યોત્સનાપૂરમાં તે સમી સ્થિતિ
દિવ્યતા પામતી ત્હારી મધુરી મૂર્તિની હતી. ૧૬

( વસતતિલકા.)

એ શુદ્ધ મૂર્તિ તુજ આ હૃદયે સ્ફુરંતી
નિર્વાણકૌમુદીજળે દીઠી મ્હે સરંતી;
નિર્વાણમાં નવ થયો કંઈ તેથી ભંગ,
નિર્વાણકેરું બની તું રહી દિવ્ય અંગ, ૧૭

( અનુષ્ટુપ્ )

દિવ્ય સંવેદનો હેવાં, અરહંત વિના બીજા
ભોગવે ના કદી, તો શી પૃથગ્જનતણી દશા ! ૧૮
નિન્દે પૃથગ્જનો હેવા બાહ્ય નિર્વાણભંગને;
તલકર્દમમાં ચ્હોંટ્યા પાસે શું ગિરિશૃંઙગને? ૧૯