પૃષ્ઠ:Nupur Zankar.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૯


ઘુવડ.

ખંડહરિગીત. }

રચી ભૂતાવળ કારમી
તિમિરમાં તારક તરે,
રજનિકુહરે ભમી ભમી
માયાવી ચિત્રો ચીતરે.

વિશ્વ દમતી શાન્તિ આ
હૃદયને ક્ષોભે ભરે,
ને અનુત્તર કારમા
પ્રશ્નોને રચી પીડા કરે, 

ઘુવડ ત્ય્હાં તરુઝુંડમાં
બેઠું આવી એકલું,
ઊડી તારકવૃન્દમાં
જે ભેદ ઊંડા દેખતું.

પ્રશ્નવમળે ઘૂમતું
ચિત્ત મુજ ચોગમ ભમે,
શાન્તિમાં નવ શાન્ત એ,
અંધારમાં ઊંડું શમે. 

"અણગણ્યા બ્રહ્માણ્ડના
ગોળ નિજ પલ્લવ ભરી