પૃષ્ઠ:Nupur Zankar.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૦


પ્રકૃતિ ઘન અંધારમાં
ચાલી અનન્તપણુ ભણી;; 

કય્હાંથી આવી? કય્હાં જશે?
હેતુ ઉડો હશે ?
વિસ્મયે પૂછું અહિં;
ઉત્તર પૂરો મળશે કહિ?”
ઘુવડ બોલ્યો – “કદી નહિ !"

કદી નહિ?—એ શી સુણું
વાણી કય્હાંથી કારમી?
મૌન ફરી રજનીતણું
વ્યાપી રહ્યું મુજને દમી 

ખંડશિખરિણી)

“મધુર મૃગતૃષ્ણા જગતણી
સતત લલચાવે નિજ ભણી,
અને દોડું વેગે અમૃતસમ પીવા જળ તહિં;--
તૃષા મ્હારી શું ત્ય્હાં કદી શમિત થાશે સુખ લહી ?”
–ઘુવડ વદતું ત્ય્હાં—“ કદી નહિ !" 

ખંડહરિગીત.)

“ઘુવડ કાળા થા પરું !
પ્રશ્ન નવ પૂછું ત્હને.”