પૃષ્ઠ:Nupur Zankar.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુરુચિથી વિરુદ્ધ છે,-બેને પક્ષે, અતિપક્ષમાં તેમ જ નાસ્તિપક્ષમાં. એ પ્રશ્નનો નિર્ણય તો અન્યને જ સોંપાય. મ્હારે તો આજ એટલું જ કહેવું છે કે કવિતદેવીના વિસર્જન સમયના નૂપુરઝંકારનું સુજ્ઞ વર્ગની સમક્ષ ઉદબોધન કરતાં મ્હને પણ-અન્ય દષ્ટિએ-એમ જ લાગે છે કે આ વિસર્જનકાળના જ ઝંકાર છે. હવે અવશિષ્ટ રહેલા મ્હારા જીવનકાળમાં આ પછી વળી બીજો કાવ્યસંગ્રહ ગુર્જર પ્રજા આગળ રજૂ થાય એ સંભવની બહાર જ છે. માટે આ વિસર્જનકાળના ધ્વનિની સાથે સુરસિકવર્ગને મ્હારે પણ વદાયના ઉદ્ગાર દર્શાવવાનું પ્રાપ્ત થાય છે.

એ ઉદ્ગાર અલ્પ શબ્દોમાં જ પ્રગટ કરું છું. હદયની લાગણીની તીવ્રતા જોડે દીર્ધસૂત્રી વાણી અસંગત જ હોય. 'કુસુમમાળા' આજથી સત્તાવીસ વર્ષ ઉપર પ્રગટ થઈ અને તેનો સત્કાર વાચકવર્ગ તરફથી એટલો તો ઉત્સાહ અને ભાવ ભર્યો થયો કે તે મ્હારા સ્વપ્નમાં પણ મ્હેં કલ્પેલ ન્હોતો. તે પછી નવ વર્ષે ' હૃદયવીણા ' નું શ્રવણ રસિક વર્ગને કરાવ્યું. તેનો સત્કાર પણ—એ સંગ્રહ જે અધિકાર માગે છે ત્હેનો વિચાર કરતાં–આનન્દજનક હતો. આમ રસિક ગુર્જર પ્રજાએ મ્હારા ઉપર સતત કૃપાભાવથી દુષ્ટિ કરી છે, તેથી ઉત્પન્ન થતી હદયની આર્દ્રતા અને આભારવૃત્તિ, આ વિસર્જનકાળને પ્રસંગે, અતઃકરણથી દર્શાવી સર્વ બધુઓની સ્નેહભરી વિદાય લઉંછું. મ્હારી કાવ્યપ્રવૃત્તિનું પશ્ચાદવલોકન કરતે હદયમાં રસિક ગુર્જર બધુઓ તરહ જે કોમળભાવ સ્ફુરેછે ત્હેનું પ્રતિબિમ્બ પાડવાને હું અસમર્થ છું, મારી કાવ્યપ્રવૃત્તિથી જનસમાજમાં કોઈ પણ વ્યક્તિના હૃદયમાં ઉલ્લાસ, આનન્દ, આશ્વાસન પૂરાયાં હશે, આ જીવનના કઠોર