પૃષ્ઠ:Nupur Zankar.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨


( ખંડહરિગીત. )
“બસ! હવે ઓ ઘૂક! તું,
તાનભંગ તું શિદ કરે ?”—
તાનલક્ષ્ય ન ચૂકતું
મુજ હૃદય પાછું ત્ય્હાં ઠરે.૧૩

“પ્રેમમય ઉલ્લાસમાં,
પાપહીન વિલાસમાં,
મુગ્ધ નિર્મળ હાસમાં,
શુચિ બાલ્ય વીતી જો ! ગયું;૧૪

લલિત પ્રેમ વિકાસમાં.
સુન્દરીભુજપાશમાં,
ઉચ્ચ વિકમ-આશમાં,
યૌવન અમોલું જો ! વહ્યું.૧૫

બાલ્ય એ, યૌવન શું એ
દેખવું ફરી આ ભવે ?”
હૃદય મુજ છાનું રુવે;—
ત્ય્હાં–“કદી નહિ ?” — ઘુવડ જ લવે.
“મૌન ધર્ય ! ભૂંડ !હવે.”૧૬

“પ્રિય જનો હૃદયે વશ્યાં,
સંગ રડિયાં ને હશ્યાં,