પૃષ્ઠ:Nupur Zankar.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩


ક્રૂર કાળે એ ગ્રશ્યાં,
ફરી ભેટ એશું કો સમે ? ૧૭.

પુણ્ય કર્મો મન ધર્યાં,
કૃતિ વિશે નવ તે ઠર્યાં,
સુપ્રસંગો જે સર્યા,
આ જીવને ફરી શું રમે ? ”
—“કદી નહિં ! એ કહી નહિ.” ૧૮

ઘુવડવાણી ના ગણું
ચિન્તને હું ડૂબિયો;
પ્રશ્ન ઊંડો ફરી સુણું
છબિ દિવ્ય કરતો ઊભી જો ! ૧૯

(ખંડશિખરિણી.)
“લલિત મૃદુ હાસે મલકતી,
વસન કંઈ આછું ઝળકતી,
ઉષા રંગીલી આ કનકમય પાંખે ઊડી જતી,
ધસે પ્રેમે પૃષા; ભુજયુગલ લેશે કદી સતી ?”

(ખંડહરિગીત.)
ઘુવડ બોલ્યો – “નવ કદી !” ૨૦.

“ધૂર્ત ! ! છાનો ર્‌હે હવે !
તજી આત્મગૌરવ શું લવે ?” ૨૧