પૃષ્ઠ:Nupur Zankar.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૫


“અધર સંમુખ આવતાં,
મુખ ખશેડે સુન્દરી,
ચુમ્બનો અણચુમ્બિયાં
આસ્વાદવાં શું કદી ફરી ”
ઘુવડ ક્‌હે :— “એ કદી નહિં ! ”
“કદી નહિં ! હા ! કદી નહિં !” ૨૬



ગૂઢ કોકિલા.

(દ્રૂતવિલમ્બિત.)

તિમિર તારક સર્વ ગયાં શમી,
ઊઠી ઉષા કંઇ કેશ સમારતી,
શશિકલા ગગનાઙ્ગણમાં રમી
નવલ શુક્રશું પ્રેમથી લાડતી !

કહિં ઉલૂક ગયો વનમાં છૂપી,
નિજ કઠોર સુરો લઈ સંહરી;
મધુર ગાનસુધા વરસાવતી,
પરભૃતા સહકાર મહિં સુણી.