પૃષ્ઠ:Nupur Zankar.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૬


(ખંડહરિગીત.)
શશિકલા નવયૌવન
શુક્ર રૂડો વર વરી,
ગીત મંગલ લગ્નનાં
એ ગાય કોયલ રસભરી.

ગીતસુર શ્રવણે પડી,
હૃદયસુર શા મુજ સ્ફુરે !
કોકિલા તરુએ ચઢી
મુજ પ્રશ્ન-ઉત્તર ચીતરે.

(ખંડશિખરિણી.)
“મધુર મુજ તૃષ્ણા સુખતણી,
વિમલ યશવાઞ્છા રસભરી,
મ્હને પ્રેરે નિત્યે ઉલટભર કર્તવ્યપથમાં,
થશે સિદ્ધિ શું આ જીતી વિવિધ વિઘ્નો જ વસમાં ?”
પરભૃત વદે — “ધૈર્ય તજ, માં !” 




(ખંડહરિગીત.)
કોકિલા આ કૂજતી
હૃદય સુખ ઊંડું પૂરે !
વાણી એ મન રુચતી
મુજ હૃદયમાં ધ્વનિ શા ભરે !